મુંબઈના ઘાટકોપરમાં પહાડી ધસી, મલબો ઘરો પર પડ્યો, 6નાં મોત
મુંબઈ (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, 12 ઓગસ્ટ, (હિ.સ.) મુંબઈના ઉપનગર ઘાટકોપરના અશોક નગરમાં બુધવારે તડકે પહાડીનો એક ભાગ ધસી પડતાં ગૌસિયા ચાલના છ ઘરો પર મલબો પડ્યો હતો, જેમાં 6 લોકોનાં મોત થયાં છે. અનેક લોકો મલબામાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, એન
પહાડીનો એક ભાગ ધસી પડતાં ગૌસિયા ચાલના છ ઘરો પર મલબો પડ્યો


મુંબઈ (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, 12 ઓગસ્ટ, (હિ.સ.) મુંબઈના ઉપનગર ઘાટકોપરના અશોક નગરમાં બુધવારે તડકે પહાડીનો એક ભાગ ધસી પડતાં ગૌસિયા ચાલના છ ઘરો પર મલબો પડ્યો હતો, જેમાં 6 લોકોનાં મોત થયાં છે. અનેક લોકો મલબામાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને પોલીસના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.

પ્રાદેશિક પોલીસ ઉપાયુક્તે જણાવ્યું કે, આ અકસ્માત તડકે લગભગ સવા ત્રણ વાગ્યે થયો હતો. ભૂસ્ખલનના મલબામાંથી અત્યાર સુધી 6 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજી પણ લગભગ છ લોકો દબાયેલા હોવાની આશંકા છે.

મુંબઈની મહાપૌર રિતુ તાવડેએ જણાવ્યું કે, મલબાની ઝપેટમાં અનેક ઘરો આવ્યા છે. વિસ્તારમાં કેટલાક ઘરોને નોટિસ પણ જારી કરવામાં આવી હતી. હવે સમગ્ર મામલાની સમીક્ષા કરવામાં આવશે.

ઉપનગર જિલ્લા કલેક્ટરે મૃતકોના પરિજનોને 3-3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જિલ્લા કલેક્ટરના અનુસાર, પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા મલબામાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની અને આસપાસના જોખમી ઘરોને સુરક્ષિત કરવાની છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande