


પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) - પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર તથા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા 16 ઓગસ્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ’ના કથિત અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. પોરબંદર શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હર્ષ રૂઘાણી અને ધવલ ઓડેદરા, ઉપપ્રમુખ મયુર જોશી, મંત્રી જીગર પંડ્યા, શહેર યુવા મોરચા પ્રમુખ કિંજન દત્તાની સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા સેલના કન્વીનર ઉત્સવ ભટ્ટ, યુથ ડેવલપમેન્ટ સેલના કન્વીનર લીલાભાઈ મોઢવાડિયા, આઈટી સેલના કન્વીનર કેવલ જગતીયા, શહેર યુવા મોરચાના મહામંત્રી નેહલ થાનકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્ડલ માર્ચ દરમિયાન કાર્યકરોએ હાથમાં મીણબત્તીઓ લઈને ‘વંદે માતરમ’ના સન્માન અને રાષ્ટ્રગૌરવ પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી. ભાજપ દ્વારા આ કાર્યક્રમને રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રગૌરવના સન્માન માટેના વિરોધ કાર્યક્રમ તરીકે ગણાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya