




પાવન સલીલા માઁ નર્મદાના કિનારે આવેલ છે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ધામ
અનેક રાજયમાંથી દર્શન માટે આવતા શિવભક્તો માટે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર
સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને રહેવા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક મંદિર પરિસર દ્વારા આ
ભરૂચ 17 ઓગસ્ટ (હિ.સ.)
શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ દાદાનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે .ભક્તો ભોળાનાથના અને શણગારના દર્શન કરવા તેમજ માઁ નર્મદાના પાવન દર્શન કરવા ભીડ જામે છે ભક્તોની .અનેક રાજયમાંથી દર્શન માટે આવતા શિવ ભક્તો ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. સાવલી વાળા સ્વામીજીએ 12 માસમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું.
શ્રાવણ માસ દરમિયાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને વિશેષ ફૂલો ,બીલી ,ધતૂરો વગેરેથી ભગવાનનો શણગાર કરવામાં આવતો હોય છે જેના દર્શન કરવા માટે પણ સમગ્ર દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે .નર્મદા સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે .અહીં સાધુ સંતો અને પરિક્રમા વાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક મંદિર પરિવાર દ્વારા કરવામાં આવે છે.
શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરીને મહાદેવ મંદિરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે. સાવલી વાળા સ્વામીજીએ 12 માસમાં જ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદીના કિનારે યોગીરાજ યાગનિકજીએ આ પવિત્ર સ્થળ પર વિકાસ અંગે ટ્રસ્ટની રચના કરી હતી પરંતુ તેમનું અવસાન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં સંત સ્વામી સાવલી વાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહુર્ત થયું હતું. આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખાતી પ્રાપ્ત કરે છે.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર ભુવનનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું . નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમા વાસીઓને તેમની પરિક્રમા દરમિયાન તકલીફો સહન કરતા હોય છે તેવા સમયે પરિક્રમા વાસીઓ માટે આસરાનું સ્થાન બની ગયું છે.નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમા વાસીઓ આ મંદિર ખાતે દિવસે અને રાત્રિ રોકાણ કરે છે . નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમા વાસીઓને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવા અને જમવાની સુવિધા મંદિર પરિષદ દ્વારા કરવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ