આર્મી ભરતી રેલીમાં જોડાવા માટે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને તક
ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) : આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા 03 સપ્ટેમ્બર 2026 થી 11 સપ્ટેમ્બર 2026 દરમ્યાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટે
આર્મી ભરતી રેલીમાં જોડાવા માટે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને તક


ગીર સોમનાથ, 17 ઓગસ્ટ (હિ.સ.) : આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા 03 સપ્ટેમ્બર 2026 થી 11 સપ્ટેમ્બર 2026 દરમ્યાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડમેન માટે ભરતી રેલી યોજાશે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુવાનો માટે ભારતીય સેનામાં જોડાઈ દેશસેવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે.

ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી પ્રક્રિયા અંતર્ગત તારીખ 06 સપ્ટેમ્બર 2026 ના રોજ અગ્નિવીર જનરલ ડ્યૂટી (GD) માટે, તારીખ 09 સપ્ટેમ્બર 2026 ના રોજ અગ્નિવીર ટેક્નીકલ અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ અગ્નિવીર ટ્રેડ્સમેનની ભરતી હાથ ધરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા અંગેની સત્તાવાર માહિતી, લાયકાત, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડ, ઓનલાઈન અરજી તથા ભરતી રેલી અંગેની તારીખો માટે ઉમેદવારોએ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ તપાસવી.ઉમેદવારોને રેલી વિષે સંપૂર્ણ માહીતી અને જરૂરી દસ્તાવેજોની તૈયારી માટે અગાઉ વેબસાઇટ www.joinindianarmy.nic.in પર અપલોડ કરાયેલ જામનગર ભરતી રેલીની વિગતવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.

ઉમેદવારોને રેલી એડમીટ કાર્ડમાં ઉલ્લેખિત તમામ જરૂરી મૂળ દસ્તાવેજો, પૂરતી સંખ્યામાં ફોટોકોપી/ઝેરોક્ષ સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ લાયકાત ધરાવતા યુવાનોને આ તકનો મહત્તમ લાભ લેવા તથા ભરતી પ્રક્રિયા અંગેની અધિકૃત માહિતી માટે માત્ર ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે અને પૂછપરછ માટે ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ: www.joinindianarmy.nic.in પર લોગીન કરો અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર (0288 ) 2550346 નંબર પર સંપર્ક કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande