સોમનાથ સમાજના યુવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું
સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ વેરાવળ જીતુ કુહાડા સતત 22 મી વખત વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા યુવા અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આજ રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ સન્માન કાર્યક્ર
સમાજના યુવાનો દ્વારા વિશેષ સન્માન


સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ વેરાવળ જીતુ કુહાડા સતત 22 મી વખત વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા યુવા અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

આજ રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત 22મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુ મોહનભાઈ કુહાડાનું સમાજના યુવાનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના યુવા આગેવાનો મનીષ લોઢારી, હરિ ભેંસલા, પિયુષ ફોફંડી, શનિ નારણ અને ધરમ ગોહેલ સહિતના યુવાનોએ ઉપસ્થિત રહી જીતુ કુહાડાને પુષ્પગુચ્છ અને હારતોરા પહેરાવી ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા અને તેમની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande