દીકરીના સપનાને સરકારી સહાયની પાંખો: માંડવીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણી
- નારી વંદન સપ્તાહ અંતર્ગત વ્હાલી દીકરી અને ગંગાસ્વરૂપા યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ. કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભ
માંડવી ખાતે નારી વંદન કાર્યક્રમ યોજાયો


માંડવી ખાતે નારી વંદન કાર્યક્રમ યોજાયો


માંડવી ખાતે નારી વંદન કાર્યક્રમ યોજાયો


માંડવી ખાતે નારી વંદન કાર્યક્રમ યોજાયો


- નારી વંદન સપ્તાહ અંતર્ગત વ્હાલી દીકરી અને ગંગાસ્વરૂપા યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ.

કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : માંડવીમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દીકરીઓ, વાલીઓ અને લાભાર્થી બહેનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી.

માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કુલ રૂ. 38.50 લાખના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી બહેનોને પણ મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ સરકારી યોજનાઓનો હેતુ માત્ર આર્થિક સહાય પૂરી પાડવાનો નહીં, પરંતુ મહિલાઓ અને દીકરીઓને વિકાસની મુખ્યધારામાં જોડીને તેમના જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા લાવવાનો હોવાનું જણાવાયું હતું.

કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને ધોરણ 12માં માંડવી તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધીને પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર કચ્છનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ દીકરીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ, સુરક્ષા અને સમાન તકો આપવી એ માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. સરકારની મહિલા અને બાળ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ દરેક પાત્ર પરિવાર સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરી આત્મનિર્ભર અને સશક્ત બનવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં માંડવીના મામલતદાર પ્રધ્યુમનશ્રી જેઠવા તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કાર્યક્રમનો હેતુ સમજાવી મહિલા તથા બાળ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને મહિલા સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવતો સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande