કડછ ગામે ચાલતા બે જુગારધામ પર પોલીસના દરોડા
પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) - માધવપુર પોલીસની ટીમે કડછ ગામની ટોબરા સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાથી પૈસા વડે ‘રોનપોલીસ’ નામનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવા દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ બે શખ્સો ભાગી છૂટ્યા હતા, જ્યારે બે શખ્સો
કડછ ગામે ચાલતા બે જુગારધામ પર પોલીસના દરોડા


પોરબંદર, 17 ઓગસ્ટ (હિ.સ.) - માધવપુર પોલીસની ટીમે કડછ ગામની ટોબરા સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાથી પૈસા વડે ‘રોનપોલીસ’ નામનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવા દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ બે શખ્સો ભાગી છૂટ્યા હતા, જ્યારે બે શખ્સો જુગારના સાહિત્ય અને રૂ.10,700 રોકડા સાથે ઝડપાઈ ગયા હતા. ચારેય સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં કડછ ગામ અનુસૂચિત જાતિ વિસ્તારમાં રહેતા અમીત માલદેભાઈ વાઘેલા (35) અને ખીમા ગોવિંદભાઈ વાઘેલા (41)નો સમાવેશ થાય છે. જ્યારે રામદેવ રૂખાભાઈ વાઘેલા અને જીવાભાઈ ઓડેદરા પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂ.10,700 રોકડા તથા જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કડછ ગામમાં કાંધલી આઈ મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તાના પાનાથી પૈસા વડે ‘રોનપોલીસ’ નામનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. પોલીસની રેડ દરમિયાન બે શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે ત્રણ શખ્સો જુગારના સાહિત્ય અને રૂ.21,200 રોકડા સાથે ઝડપાઈ ગયા હતા. પાંચેય સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધાયો છે. પકડાયેલા આરોપીઓમાં કડછ ગામ પ્લોટ વિસ્તારમાં રહેતા નેભા રામદેવભાઈ ઓડેદરા (46), કડછ ગામ વિંઝારી શેરીના વિજય વિરમભાઈ કડછા (32) અને કડછ ગામ મોચી ફળિયામાં રહેતા કારા જીવાભાઈ કેશવાલા (45)નો સમાવેશ થાય છે. જ્યારે રમેશ માલદેભાઈ કડછા અને ભીખન ગોગનભાઈ ઓડેદરા પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.21,200 રોકડા તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande