



પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે 17 ઓગસ્ટના રોજ પથ્થરપોળ સ્થિત વટેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે લઘુરુદ્ર પાઠ યોજાયો હતો, જ્યારે બપોરે 2:30 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી.
ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોર્પોરેટર સંજય શુક્લા મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ મંદિરે પહોંચીને દર્શન, પૂજન અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે સિદ્ધપુર APMC ચેરમેન વિષ્ણુ પટેલ, શહેર પ્રમુખ કૌશલ જોશી, તાલુકાના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, વોર્ડ નં. 5ના કોર્પોરેટર સંજય શુક્લા સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વટેશ્વર યુવક મંડળ અને સદાબહાર ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ