રિજિજુએ વિદ્યાર્થીઓની ચિંતા વાજબી ગણી, જંતર-મંતર પરથી ઉભરી આવેલા યુવા નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિદ્યાર્થી પ્રદર્શન અને તેમાંથી ઉભરી આવેલા યુવા નેતૃત્વ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓની ચિંતાઓ વાજબી છે અને તેમની સાથે વાતચીત થવી જોઈએ. જોકે,
રિજજુ


નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિદ્યાર્થી પ્રદર્શન અને તેમાંથી ઉભરી આવેલા યુવા નેતૃત્વ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓની ચિંતાઓ વાજબી છે અને તેમની સાથે વાતચીત થવી જોઈએ. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટી અને કેટલાક અન્ય રાજકીય પક્ષો વિદ્યાર્થીઓના મુદ્દાનો પોતાના રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રિજિજુએ કહ્યું કે, મહારાષ્ટ્રના અભિજીત દીપકે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, આવા સંજોગોમાં તેમના વિદ્યાર્થી આંદોલનનો ભાગ બનવા પર સવાલ ઉઠે છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શકાય છે, કારણ કે તેમનામાં જોશ અને ઊર્જા હોય છે. પરંતુ રાજકીય પક્ષો જો વિદ્યાર્થીઓની પાછળ છુપાઈને પોતાનો રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરે તો તે યોગ્ય નથી.

એવું પૂછવામાં આવતા કે, શું ભાજપ 'જનરલ ઝેડ' (Gen Z) એટલે કે નવી યુવા પેઢી સાથે જોડાવામાં પાછળ રહી ગઈ છે? ત્યારે રિજિજુએ, તેનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, યુવાનો સાથેના જોડાણમાં કોઈ કમી નથી. તેમના મતે, યુવાનો આપણા પોતાના બાળકો છે અને ભારતીય તથા એશિયન સમાજમાં પરિવાર વચ્ચે મજબૂત સંબંધો હોય છે.

રિજિજુએ કહ્યું કે, નવી પેઢીની વાતો અને માંગણીઓને ફક્ત નકારવાને બદલે તેમને સાંભળવા અને પોતાની વાત પણ સમજાવવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, યુવાનો અને સરકાર વચ્ચે સતત સંવાદ થવો જોઈએ. તેમના મતે, જો યુવાનોને સતત ફક્ત માંગણીઓ કરવા માટે ઉશ્કેરવામાં આવશે, તો અંતર ઘટાડવામાં સમય લાગશે. તેથી, સમાધાનનો માર્ગ વાતચીત અને પરસ્પર સમજણથી જ નીકળશે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande