સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકનો શુભારંભ
વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડીલોવા સ્થિત વિજ્ઞાન વિહાર વિદ્યાલયમાં બુધવારે સવારે શરૂ થઈ. ત્રણ દિવસીય આ બેઠકનું ઉદ્ઘાટન, સરસંઘચાલક ડો. મોહન ભાગવ
સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે


વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડીલોવા સ્થિત વિજ્ઞાન વિહાર વિદ્યાલયમાં બુધવારે સવારે શરૂ થઈ. ત્રણ દિવસીય આ બેઠકનું ઉદ્ઘાટન, સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ભારત માતાના ચિત્ર પર પુષ્પાર્ચન કરીને કર્યું.

સંઘના પ્રચાર વિભાગ મુજબ, દર વર્ષે યોજાતી અખિલ ભારતીય સમન્વય બેઠકમાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, તમામ સહ સરકાર્યવાહ અને અન્ય કેન્દ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત છે. આ બેઠક 21 ઓગસ્ટની સાંજ સુધી ચાલશે. બેઠકમાં સંઘ પ્રેરિત 32 વિવિધ સંગઠનો જેવા કે ભારતીય મજદૂર સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિસાન સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ સહિત અન્યના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી, અખિલ ભારતીય સંગઠન મંત્રી અને કેટલાક પસંદગીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે.

બેઠકમાં વિવિધ સંગઠનોમાંથી 49 મહિલાઓ સહિત કુલ 253 મુખ્ય કાર્યકર્તાઓ અને સંઘના પદાધિકારીઓને મળીને 327 પ્રતિનિધિઓ અપેક્ષિત છે.

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર મુજબ, આ કોઈ કાર્યકારી કે નિર્ણય લેનારી બેઠક નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય વિવિધ સંગઠનો વચ્ચે અનુભવોનું આદાનપ્રદાન કરવું અને પરસ્પર સમન્વયને સુધારવાનો છે. બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ, સામાજિક પરિવર્તન અને વિવિધ સામાજિક સમસ્યાઓ પર વિચાર-વિમર્શ થશે. વસ્તી અસંતુલન અને વસ્તી વિષયક બદલાવથી ઉદ્ભવતી ચિંતાઓ તથા તેના સમાધાનના ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવશે. યુવાનોને નશાથી દૂર રાખવાના ઉપાયો અને નશામુક્તિ માટે વિવિધ સંગઠનોની ભાવી ભૂમિકા પર પણ વિચાર કરવામાં આવશે. આ સાથે જ યુવાનોમાં જાગૃતિ વધારવા સંબંધિત અન્ય વિષયો પર પણ ચર્ચા થશે.

સંઘના શતાબ્દી વર્ષના અવસરે નિર્ધારિત પંચ પરિવર્તનના વિષયો પર પણ બેઠકમાં ચર્ચા થશે. આમાં સામાજિક સમરસતા, પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી, કુટુંબ પ્રબોધન, ‘સ્વ’નો ભાવ તથા નાગરિક કર્તવ્યોનું પાલન સામેલ છે. આ વિષયો પર સ્વયંસેવકો અને વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સમીક્ષા સાથે, શતાબ્દી વર્ષ પછી તેમને આગળ વધારવાની રણનીતિ અને વિવિધ સંગઠનોની ભૂમિકા પર પણ વિચાર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande