
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને પક્ષ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતા ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા પ્રદેશ પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.
મંગળવારે જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, ભાજપ અધ્યક્ષ નિતિન નવીને ઉત્તર પ્રદેશના પ્રભારી વિનોદ તાવડેને બનાવ્યા છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાજ્યના સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
પંજાબની જવાબદારી સતીશ પૂનિયાને સોંપવામાં આવી છે. જ્યારે, ગુજરાતના નવા પ્રભારી તરુણ ચુગને બનાવવામાં આવ્યા છે. આ નિમણૂકોને ભાજપના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા તથા આગામી રાજકીય અને ચૂંટણીલક્ષી ગતિવિધિઓની તૈયારીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ભાજપે સંગઠનાત્મક ફેરફારો કરતા નવી ટીમની જાહેરાત કરી. વિનોદ તાવડેને, રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા. તે જ રીતે, રાજ્યસભાના સભ્ય તરુણ ચુગને પક્ષ કાર્યાલયના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા. સતીશ પૂનિયાને પણ રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ