રાંચીમાં આંદોલનકારી દેવેન્દ્ર નાથ મહતોએ, આમરણાંત ઉપવાસ તોડ્યા, સોનમ વાંગચુકે અભિનંદન પાઠવ્યા
રાંચી, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના જેએસએસસી-સીજીએલની પરીક્ષા રદ કરવાના નિર્ણયથી આંદોલનકારી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. મુખ્યમંત્રીની જાહેરાત પછી આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી અને મંત્રી દીપિકા પાંડે સિંહ સોમવા
જારખંડ


રાંચી, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના જેએસએસસી-સીજીએલની પરીક્ષા રદ કરવાના નિર્ણયથી આંદોલનકારી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. મુખ્યમંત્રીની જાહેરાત પછી આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી અને મંત્રી દીપિકા પાંડે સિંહ સોમવારે મોડી રાત્રે સદર હોસ્પિટલ પહોંચ્યા અને વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોને જ્યુસ પીવડાવીને આમરણાંત ઉપવાસ સમાપ્ત કરાવ્યા.

આ સમાચાર ફેલાતા જ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે મોડી રાત્રે ઝારખંડના વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો સાથે, વિડિયો કૉલ દ્વારા વાતચીત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ઝારખંડના વિદ્યાર્થીઓની મહેનત અને નિષ્ઠાની પ્રશંસા કરતા તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.

આ દરમિયાન ઝારખંડ સરકાર અને મુખ્યમંત્રીની ભૂમિકાની પણ પ્રશંસા કરવામાં આવી. વાતચીતમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, સરકાર અને જનતા મળીને આગળ પણ કામ કરે અને જ્યાં પણ ખામીઓ કે, સમસ્યાઓ સામે આવે, તેમને મળીને દૂર કરવામાં આવે. વાંગચુકે વિદ્યાર્થીઓની સિદ્ધિને સકારાત્મક પગલું ગણાવતા તેમને આગળ પણ આ જ રીતે મહેનત અને એકતા સાથે આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande