
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે હંમેશની જેમ એક પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોક (સુભાષિતમ્) દ્વારા કહ્યું કે, સૌએ હંમેશા આત્મસન્માન અને સ્વાભિમાન સાથે જીવવું જોઈએ. તેમણે કહ્યું કે, સાચો પુરુષાર્થ અને પરાક્રમ આમાં જ રહેલું છે. વડાપ્રધાને કહ્યું કે, વ્યક્તિએ કોઈપણ ભોગે સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ.
''उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥
આ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોક, મહાભારતના ઉદ્યોગ પર્વમાંથી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આજે પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે.
તેનો અર્થ છે, મનુષ્યે હંમેશા આત્મસન્માન, સાહસ અને સ્વાભિમાન સાથે જીવન જીવવું જોઈએ. સાચો પુરુષાર્થ અને પરાક્રમ એમાં જ છે કે, વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન ન કરે, પરંતુ સત્ય, ધૈર્ય અને આત્મગૌરવ સાથે પોતાના આદર્શો પર દ્રઢતાથી વળગી રહે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ