
નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલી વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ સમાપ્ત થવા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હેમંત સોરેન સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો માર્ગ પસંદ કર્યો અને ઉકેલ લાવ્યો, જ્યારે વિદ્યાર્થીઓએ સંયમ રાખીને પોતાની માંગણીઓ મનાવી. રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ઝારખંડના વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે સહમતિ બની અને વિદ્યાર્થીઓએ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. તેમને આ સમાચાર સાંભળીને ખૂબ ખુશી થઈ. વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યા તો તેમને જવાબ મળવો જોઈએ.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશના દરેક વિદ્યાર્થીની સાથે ઊભી છે અને તે વસૂલી તંત્રને જડમૂળથી બદલવા માટે સંઘર્ષ કરશે. એવી વ્યવસ્થા બનાવવામાં આવશે, જેમાં દરેક વિદ્યાર્થીને તેની મહેનતનું પૂરું ફળ અને નિષ્પક્ષ સ્પર્ધાનો અધિકાર મળે. આખા દેશમાં આ સિસ્ટમ બદલાશે. હવે એવી વ્યવસ્થા બનશે જે વિદ્યાર્થીઓને આગળ વધારે, તેમને પાછળ ન ખેંચે.
નોંધનીય છે કે, હેમંત સરકાર સાથે વાતચીત કર્યા પછી દેવેન્દ્ર નાથ મહતોના નેતૃત્વ હેઠળના વિદ્યાર્થીઓએ સોમવારે પોતાની 24 દિવસથી ચાલી રહેલી ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી. જોકે, રાંચીમાં વિદ્યાર્થીઓના એક બીજા જૂથ ઉમેદવાર ન્યાય મંચનું આંદોલન ચાલુ છે. વિદ્યાર્થીઓ ભરતી પરીક્ષાઓની સીબીઆઇ તપાસની માંગને લઈને અડગ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ