જંતર-મંતર પ્રદર્શનની તપાસ માટે સુપ્રીમ કોર્ટ ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરશે
- સમિતિ પોલીસની અતિરેક અને પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસા જેવા કેસોની તપાસ કરશે. નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું છે કે, તે કાકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનો સાથે સંકળાયેલા કેસોની તપાસ માટે એક ઉચ્ચ-સત્તા
સુપ્રીમ કોર્ટ


- સમિતિ પોલીસની અતિરેક અને પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસા જેવા કેસોની તપાસ કરશે.

નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.). ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું છે કે, તે કાકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શનો સાથે સંકળાયેલા કેસોની તપાસ માટે એક ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે આ સમિતિમાં ઉચ્ચતમ ન્યાયાલયના એક પૂર્વ જજ, ઉચ્ચ ન્યાયાલયના એક મુખ્ય ન્યાયાધીશ અને પોલીસના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થશે. સમિતિ પોલીસની અતિરેક અને પોલીસકર્મીઓ વિરુદ્ધ હિંસા જેવા કેસોની તપાસ કરશે.

કોર્ટે કહ્યું કે, ઉચ્ચ-સત્તાવાળી સમિતિને તથ્યો શોધવાનું કામ સોંપવામાં આવશે અને તેને સમયાંતરે રિપોર્ટ આપવા માટે કહેવામાં આવશે, જેથી કોર્ટ જરૂરી નિર્દેશો જારી કરી શકે. કોર્ટે કહ્યું કે, અમે સમિતિને તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે સમિતિ તેની પાસે આવતા કોઈપણ પીડિતની વાત તરત સાંભળશે અને તેમને પોતાની વાત રજૂ કરવાની તક આપશે. કોર્ટ સમિતિની સમયાંતરે આવતી ભલામણોની રાહ જોશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટે કહ્યું કે, સમિતિ મહિલા પ્રદર્શનકારીઓ સાથે જાતીય સતામણી અને ઓનલાઈન ઉત્પીડન, સોશિયલ મીડિયા દ્વારા અન્ય નબળા લોકોને પરેશાન કરવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો દરમિયાન ફેશિયલ રેકગ્નિશન ટેકનિક અને બાયોમેટ્રિક સર્વેલન્સનો ઉપયોગ કરવા અને અનુચ્છેદ 21 થી સંબંધિત બંધારણીય પ્રશ્નોનો નિર્ણય કોર્ટ જ કરશે, સમિતિ નહીં.

મંગળવારે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, સંસદ માર્ચ દરમિયાન હિંસા અને કથિત અસામાજિક તત્વોને કારણે કાયદો અને વ્યવસ્થા બગડી ગઈ. દિલ્હી પોલીસ વતી ડીસીપી સચિન શર્મા દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે 240 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા. દિલ્હી પોલીસે કહ્યું કે બળ પ્રયોગની તપાસ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ કરી શકે છે. દિલ્હી પોલીસ આ સમિતિને સંપૂર્ણ સહયોગ આપશે અને સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવશે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે 20 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન જંતર-મંતર અને તેની આસપાસ 30 હજારથી વધુ લોકો એકઠા થયા હતા, જેમાં કથિત ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વો પણ સામેલ હતા. બાદમાં આ પ્રદર્શન હિંસક બન્યું.

5 ઓગસ્ટના રોજ ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું હતું કે યુવાનો સાથે સખ્તાઈથી પેશ આવવાને બદલે તેમને સમજવા અને તેમની સાથે વાતચીત કરવી જરૂરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે જો કેટલાક ભટકેલા લોકો પથ્થરમારો કરે તો પણ યુવાનોને સમજાવવા અને તેમની સાથે વાતચીત કરવી જરૂરી છે. ઉચ્ચતમ ન્યાયાલયે કહ્યું હતું કે યુવાનોને સલાહ અને કાઉન્સેલિંગની જરૂર હોય છે. જો સરકાર ખૂબ સખ્તાઈ કે આક્રમક વલણ અપનાવશે, તો સમાજમાં તણાવ વધુ વધી શકે છે તેથી આવી સ્થિતિ ટાળવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે યુવાનોને સાંભળવા અને સમજવાની જરૂર છે કે તેઓ શા માટે નારાજ છે અને શા માટે નારા લગાવી રહ્યા છે.

ઉચ્ચતમ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની આડમાં અભદ્ર ગાળોનો ઉપયોગ કરનારા યુવાનોને સલાહ આપવા માટે સાત દિવસની 'સમુદાય સેવા' આપવામાં આવે. વિરોધ પ્રદર્શનના આયોજકો વિરુદ્ધ પણ કાર્યવાહી થાય. ગયા મહિને કાકરોચ જનતા પાર્ટીએ પેપર લીકના મામલે જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના સંસદ માર્ચ દરમિયાન પોલીસ તરફથી અતિરેકની ફરિયાદો મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande