વડાપ્રધાન મોદીએ લોકો ને પરોપકારી બનવા હાકલ કરી
નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હંમેશની જેમ સવારે એક્સ ખાતા પર સુભાષિતમ્ શેર કરીને લોકો ને પરોપકારી બનવા હાકલ કરી. તેમણે કહ્યું કે, અન્ય પ્રાણીઓ ને પૂરી શક્તિ થી મદદ કરીને જીવન ની સંપૂર્ણ સાર્થકતા સાબિત કરી શકાય છે. આ સુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હંમેશની જેમ સવારે એક્સ ખાતા પર સુભાષિતમ્ શેર કરીને લોકો ને પરોપકારી બનવા હાકલ કરી. તેમણે કહ્યું કે, અન્ય પ્રાણીઓ ને પૂરી શક્તિ થી મદદ કરીને જીવન ની સંપૂર્ણ સાર્થકતા સાબિત કરી શકાય છે.

આ સુભાષિતમ્ એટલે કે સંસ્કૃત શ્લોક આ પ્રમાણે છે,

''एतवज्जन्मसाफल्यं देहिनामिह देहिषु। प्राणैरर्थैर्य वाचा श्रेय एवाचरेत्सदा॥''

તેને શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (10.22.35) માંથી લેવામાં આવ્યો છે. આ શ્લોક માં મનુષ્ય જન્મ સફળ થવાનો મંત્ર સમાયેલો છે.

વડાપ્રધાન ના એક્સ એકાઉન્ટ પર તેનો અર્થ લખવામાં આવ્યો છે, ''આ સંસાર માં મનુષ્યો ના જન્મ ની સંપૂર્ણ સાર્થકતા આમાં જ રહેલી છે કે તેઓ અન્ય પ્રાણીઓ પ્રત્યે પોતાની શારીરિક શક્તિ, ધન-સંપત્તિ, બુદ્ધિ તથા વાણી ના માધ્યમ થી હંમેશા પરોપકારી અને કલ્યાણકારી કાર્યો નું જ સંપાદન કરે.''

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande