પાકિસ્તાની નાગરિક સાથે સંકળાયેલા આઈએસઆઈ નેટવર્કના, ત્રીજા સ્થાનિક સહયોગીની ધરપકડ, બંગાળ એસટીએફની કાર્યવાહી
કલકતા, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ બંગાળ પોલીસના વિશેષ કાર્યબળ (એસટીએફ) એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ ધરાવતા પાકિસ્તાની નાગરિક વહાબ આલમના ત્રીજા સ્થાનિક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઝફર શમ્સ ઉર્ફે સની તર
પાકિસ્તાની નાગરિક સાથે સંકળાયેલા આઈએસઆઈ નેટવર્કના, ત્રીજા સ્થાનિક સહયોગીની ધરપકડ, બંગાળ એસટીએફની કાર્યવાહી


કલકતા, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ બંગાળ પોલીસના વિશેષ કાર્યબળ (એસટીએફ) એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ ધરાવતા પાકિસ્તાની નાગરિક વહાબ આલમના ત્રીજા સ્થાનિક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઝફર શમ્સ ઉર્ફે સની તરીકે થઈ છે. આલમની આ મહિનાની શરૂઆતમાં ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના હાબરાથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂર્વ કલકતાના તોપસિયાનો રહેવાસી સની, આલમની ધરપકડ બાદથી ફરાર હતો. એસટીએફએ તેની હુગલી જિલ્લાના રિષડાથી ધરપકડ કરી. જોકે, પોલીસે તેની ધરપકડનો સમય અને ઓપરેશન સંબંધિત અન્ય માહિતી હાલમાં જાહેર કરી નથી.

એસટીએફ અધિકારીઓ સનીની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તે આલમની કથિત ગતિવિધિઓમાં કઈ રીતે સામેલ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસકર્તાઓને શંકા છે કે સનીએ ભારતમાંથી ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સુધી પહોંચાડવા માટે આલમ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ગુપ્ત નેટવર્કને મજબૂત કરવામાં ભૂમિકા ભજવી હોઈ શકે છે.

આના બે દિવસ પહેલા, એસટીએફએ આલમના બીજા સહયોગી ઇમરાન હુસૈનની ટોપસિયા સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા આલમના નજીકના સહયોગી મોહમ્મદ ઇજાઝની પણ આ જ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, આલમ કથિત રીતે ૨૦૧૨માં નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળમાં દાખલ થયો હતો. આ પછી તે ઇજાઝના ઘરે રહેતો હતો. આરોપ છે કે ઇજાઝે પાકિસ્તાની નાગરિક માટે ભારતીય ઓળખ સંબંધિત દસ્તાવેજો તૈયાર કરાવવામાં તેની મદદ કરી હતી.

એસટીએફને સની વિશેની માહિતી આલમ, ઇજાઝ અને ઇમરાન પાસેથી અલગ-અલગ અને પછી એકસાથે કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન મળી હતી. આ મામલે એસટીએફએ ૧૪ ઓગસ્ટની રાત્રે ભારત-બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા કૂચબિહાર જિલ્લાના સાહેબગંજ વિસ્તારમાંથી અન્ય ત્રણ શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસોની પણ ધરપકડ કરી હતી. તેમની ઓળખ રાશિદુલ હક, નૂર નસીરુદ્દીન અલી અને શફીકુલ ઇસ્લામ તરીકે થઈ છે. ત્રણેય ભારતીય નાગરિક હોવાનું જણાવાયું છે.

આ તરફ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ પણ વહાબ આલમ વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. એસટીએફની પ્રારંભિક તપાસમાં આલમના આઈએસઆઈ સાથેના કથિત સંબંધો સામે આવ્યા બાદ એનઆઈએએ પશ્ચિમ બંગાળ એસટીએફ પાસેથી તપાસ અને અત્યાર સુધી એકત્રિત કરાયેલી માહિતી માંગી છે.

એનઆઈએ આલમ અને ઇજાઝની પૂછપરછ કરશે. જરૂર પડ્યે ઇમરાન હુસૈન તથા કૂચબિહારથી ધરપકડ કરાયેલા અન્ય ત્રણ આરોપીઓની પણ પૂછપરછ કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande