પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિની અવદશા સામે આખરે તંત્ર જાગ્યું
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર શહેરની હિન્દુ સ્મશાન ભૂમિમાં જર્જરીત અગ્નિદાહ સ્થળ, અતિ ખરાબ હાલતમાં લાકડાનું ગોડાઉન તેમજ બાળ સ્મશાન ભૂમિની બિસ્માર સ્થિતિ સામે આવી હતી. આ મુદ્દે સામાજિક કાર્યકરએ પણ અવાજ ઉઠાવી તાત્કાલિ
પોરબંદર    હિન્દુ  સ્મશાન ભૂમિની અવદશા સામે આખરે તંત્ર જાગ્યું.


પોરબંદર    હિન્દુ  સ્મશાન ભૂમિની અવદશા સામે આખરે તંત્ર જાગ્યું.


પોરબંદર    હિન્દુ  સ્મશાન ભૂમિની અવદશા સામે આખરે તંત્ર જાગ્યું.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

શહેરની હિન્દુ સ્મશાન ભૂમિમાં જર્જરીત અગ્નિદાહ સ્થળ, અતિ ખરાબ હાલતમાં લાકડાનું ગોડાઉન તેમજ બાળ સ્મશાન ભૂમિની બિસ્માર સ્થિતિ સામે

આવી હતી. આ

મુદ્દે સામાજિક કાર્યકરએ પણ અવાજ ઉઠાવી તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. તંત્ર હરકતમાં આવ્યું છે.

પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી ટીમ સાથે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થળનું વિગતવાર

નિરીક્ષણ કર્યું હતું. સ્મશાન ભૂમિની હાલની સ્થિતિ તેમજ

લોકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ

અધિકારીઓ અને સંબંધિત ટીમ સાથે ચર્ચા કરવામાં

આવી હતી. મેયરે સ્મશાન ભૂમિના નવીનીકરણના કાર્યને શરૂ કરાવવા માટે જરૂરી કામગીરી અંગે ટીમ પાસેથી માહિતી મેળવી હતી. સ્મશાનભૂમિ

ખાતે અગ્નિદાહ માટેની વ્યવસ્થા, લાકડાના ગોડાઉન, બાળ સ્મશાન ભૂમિ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં

આવ્યું હતું.

આ દરમિયાન સ્મશાન ભૂમિમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા, માળખાકીય વ્યવસ્થામાં સુધારો કરવા અને નવીનીકરણના કામને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલી

સુવિધાઓનું યોગ્ય રીતે નવીનીકરણ થાય અને અંતિમવિધિ માટે આવતા લોકોને જરૂરી સુવિધાઓ મળી

રહેતે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande