
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.) : કુતિયાણા
તાલુકાના ધ્રુવાળા ગામની સીરવા
સીમ વિસ્તારમાં વાડીમાં ગંજીપત્તાના
પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા છ શખ્સોને કુતિયાણા પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ધ્રુવાળા ગામની સીમમાં આવેલી વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જુગાર રમતા વરજાંગ વીસાભાઈ મોરી, લખમણ ગાંગાભાઈ દાસા, કેશુ એભાભાઈ બાપોદરા, બિજલ પૂંજાભાઈ રાળા, દલા
નાથાભાઈ રાળા, અને કીસા મેસુરભાઈ રાળાને ઝડપી લેવામાંઆવ્યા હતા. જયારે ભગુ મેસૂર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના તથા રોકડા રૂ.23,530 મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya