
જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) જામનગર શહેરમાં યુવાન વયે હૃદયરોગના હુમલા અને હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કરુણ બનાવમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા તોતરામ બલ્લુ સરોજ ને છાતીમાં અચાનક તીવ્ર દુખાવો ઉપડતાં પ્રથમ સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
યુવાન વયે હાર્ટ એટેક સહિત હૃદયરોગના હુમલાના બનાવોમાં વધારો થતો હોવાના સંજોગોમાં વધુ એક 35 વર્ષીય યુવકનું અચાનક મૃત્યુ થતાં ચિંતાનો વિષય બન્યો છે.
આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. મૃતક અંગે અજુ બલ્લુ સરોજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt