લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરની સનાતન ઉપાસનાને બાપુએ વ્યક્ત કર્યો રાજીપો
ભાવનગર, 28 ઓગસ્ટ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બોરડા ખાતે ધાર્મિક આસ્થા અને સનાતન સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી તેમના નિવાસસ્થાને શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ-ઉપાસનાનું આયોજન
મુલાકાત લેતા મોરારી બાપુ


ભાવનગર, 28 ઓગસ્ટ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બોરડા ખાતે ધાર્મિક આસ્થા અને સનાતન સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી તેમના નિવાસસ્થાને શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાનમાં ગુરુવારે પ્રસિદ્ધ કથાકાર અને સંત શ્રી મોરારિબાપુએ ઉપસ્થિત રહી યજ્ઞસ્થળે વંદના-પૂજન કર્યું હતું.

શ્રી મોરારિબાપુએ શ્રી માયાભાઈ આહિર દ્વારા કરવામાં આવી રહેલી સનાતન ઉપાસના અને ધાર્મિક પરંપરાના જતન માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. યજ્ઞસ્થળે ઉપસ્થિત ભૂદેવો, પરિવારજનો અને શ્રદ્ધાળુઓ વચ્ચે બાપુએ મૌનભાવે ઉપાસનાસ્થળની પવિત્રતા અનુભવી હતી.

શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના અને ધાર્મિક અનુષ્ઠાનો માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ માસ દરમિયાન યજ્ઞ, પૂજન, જપ-તપ અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શ્રદ્ધાળુઓ સનાતન પરંપરાને જીવંત રાખે છે. શ્રી માયાભાઈ આહિર દ્વારા વર્ષોથી ચાલી રહેલી આ યજ્ઞ ઉપાસના પણ શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેની તેમની નિષ્ઠાનું પ્રતીક બની છે.

આ દિવસે શ્રી મોરારિબાપુએ વિવિધ ધર્મસ્થાનોની મુલાકાત અને યાત્રા કર્યા બાદ સાંજના સમયે બોરડા આગમન કર્યું હતું. ત્યારબાદ તેઓ શ્રી માયાભાઈ આહિરના યજ્ઞસ્થળે પહોંચ્યા હતા. અહીં ભૂદેવો તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે વંદના-પૂજન કરી યજ્ઞ ઉપાસનાની ભાવનાને બિરદાવી હતી. બાપુની આ મુલાકાતથી સમગ્ર પરિવાર તથા ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં આનંદ અને આધ્યાત્મિક પ્રસન્નતાનો માહોલ છવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande