સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમની તક
જૂનાગઢ 28 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના યુવાનો સંરક્ષણ ક્ષેત્રમાં વધુને વધુ તકો પ્રાપ્ત કરી શકે તથા તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં થઈ શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ-ભુજ દ્વારા બી.એસ.એફ. તાલીમ કેન્દ્ર, ભુજ ખાતે તદ્દન નિઃશુલ
સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમની તક


જૂનાગઢ 28 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના યુવાનો સંરક્ષણ ક્ષેત્રમાં વધુને વધુ તકો પ્રાપ્ત કરી શકે તથા તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં થઈ શકે તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ-ભુજ દ્વારા બી.એસ.એફ. તાલીમ કેન્દ્ર, ભુજ ખાતે તદ્દન નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગમાં ઉમેદવારોને રહેવા તથા જમવાની સુવિધા સાથે ફિઝિકલ તેમજ લેખિત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારોને આ તાલીમમાં જોડાવા માટે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ ખાતે રૂબરૂ હાજર થઈ ૧૦ દિવસની અંદર અરજી રજૂ કરવા જણાવવામાં આવે છે.

જેમા અગાઉ આ પ્રકારની નિવાસી તાલીમમાં જોડાઈ ચૂકેલા ઉમેદવારો આ તાલીમમાં જોડાઈ શકશે નહીં. ઉમેદવારની અંતિમ પસંદગી સંરક્ષણ ક્ષેત્રના નિર્ધારિત શારીરિક માપદંડોને આધારે કરવામાં આવશે. સમયમર્યાદામાં જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ ખાતે પ્રાપ્ત થયેલી અરજીઓ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભુજ ખાતે મોકલી આપવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ લાયક ઉમેદવારો આ નિઃશુલ્ક નિવાસી તાલીમનો લાભ લઈ શકે તે માટે રસ ધરાવતા ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરવા ઇ.ચા જિલ્લા રોજગાર અધિકારી (સા.) જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande