બોટાદમાં સૌની યોજના હેઠળ 39 કરોડના સિંચાઈ કામોને મંજૂરી
બોટાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારમાં સિંચાઈની સુવિધામાં વધારો થાય તે માટે ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં
બોટાદ ધારાસભ્ય મહેશભાઈ મકવાણા ફાઇલ ફોટો


બોટાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારમાં સિંચાઈની સુવિધામાં વધારો થાય તે માટે ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆત બાદ સૌની યોજના હેઠળ વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે.

સૌની યોજના લિંક-2 , પેકેજ-3 અંતર્ગત બોટાદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં પાઈપલાઈન અને સિંચાઈ સંબંધિત વિકાસ કામો માટે કુલ રૂ. 39,01,08,066, એટલે કે અંદાજે રૂ. 39 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

મંજૂર થયેલા કામોમાં હામાપર તળાવ અને રાજપરા તળાવ માટે રૂ. 10,12,56,366ની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઢાંકણીયા તળાવ, બોટાદ તળાવ, ભાંભણ તળાવ, જનડા તળાવ અને નાગલપર તળાવ માટે રૂ. 12,94,20,200ના કામોને મંજૂરી મળી છે. આ ઉપરાંત આણિયાળી કાઠી તળાવ અને અળવ તળાવ માટે રૂ. 15,94,31,500ના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ કામો પૂર્ણ થયા બાદ બોટાદ મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા વધુ મજબૂત બનવાની શક્યતા છે. ખાસ કરીને પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોને સૌની યોજનાના પાણીનો લાભ મળતા ખેતી માટે મોટી રાહત મળી શકે છે.

આ મંજૂરી બદલ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને બોટાદ મતવિસ્તારનો વિકાસ થાય તે માટે રજૂઆતો અને પ્રયત્નો ચાલુ રાખવાની તેમણે વાત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande