‘She Team’ દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરાઈ
ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સ્નેહ અને સુરક્ષાના તહેવારની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરની ''She Team'' દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રક્ષાનું પ્રતીક એવું રક
રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરાઈ


રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરાઈ


ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સ્નેહ અને સુરક્ષાના તહેવારની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરની 'She Team' દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રક્ષાનું પ્રતીક એવું રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુની કામના કરવામાં આવી હતી.

રાજ્યના પોલીસ વડાએ મહિલા પોલીસ કર્મચારીઓની આ ભાવપૂર્ણ પહેલને સહર્ષ વધાવી હતી અને સમાજમાં મહિલાઓ તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં 'She Team' દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનના આ પવિત્ર પર્વે રાજ્યભરમાં 'She Team' દ્વારા સિનિયર સિટીઝન્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીઓના ઘરે રૂબરૂ જઈને ભાવસભર રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને સૌને રાખડી બાંધી સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande