સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે હૃદયસ્પર્શી રક્ષાબંધન પર્વ ઉજવાયું
સુરેન્દ્રનગર,29 ઓગસ્ટ (હિ.સ.) સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની અત્યંત ભાવસભર અને આત્મીય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ સ્વયં આગળ આવીને તબીબી સ્ટાફ પ્રત્યે પોત
Heartwarming Raksha Bandhan celebrated at Mahatma Gandhi Memorial General Hospital, Surendranagar


સુરેન્દ્રનગર,29 ઓગસ્ટ (હિ.સ.) સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની અત્યંત ભાવસભર અને આત્મીય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ સ્વયં આગળ આવીને તબીબી સ્ટાફ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કર્યો હતો, જેનાથી પરિસરમાં માનવતા અને આત્મીયતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આ વિશેષ પ્રસંગે હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ રાત-દિવસ પોતાની આરોગ્ય વિષયક સંભાળ રાખતા ડૉક્ટરોને પ્રેમપૂર્વક રાખડી બાંધીને પોતાના સ્વાસ્થ્ય રક્ષકો પ્રત્યે ઊંડો આદર પ્રગટ કર્યો હતો. દર્દીઓ અને તબીબો વચ્ચે ઉજવાયેલા આ પવિત્ર સંબંધે સમગ્ર હોસ્પિટલ પરિસરને કૌટુંબિક ભાવથી સભર બનાવી દીધું હતું.

આ પ્રસંગે સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે, દર્દીઓએ મળેલી સારવાર બદલ આભાર વ્યક્ત કરવા માટે તબીબોને રાખડી બાંધવાની સુંદર ઈચ્છા દર્શાવી હતી. યુઆ પહેલથી તમામ ડૉક્ટરો અત્યંત ભાવુક બન્યા હતા. રાખડીનો આ રેશમી દોરો દર્દીઓનો ડૉક્ટર પ્રત્યેનો ગાઢ વિશ્વાસ, આદર અને સ્નેહ દર્શાવે છે. આ પ્રસંગે ડૉક્ટર અને દર્દીના સંબંધને વધુ મજબૂત બનાવી પરિવાર જેવા પવિત્ર બંધનમાં પરિવર્તિત કરી દીધો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક ડૉક્ટર પોતાના દર્દીને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સારવાર આપીને ઝડપથી સાજા કરવાનો પૂર્ણ પ્રયત્ન કરતા હોય છે. દર્દીઓ તરફથી મળતી આવી સ્નેહપૂર્ણ પ્રતિક્રિયાથી તબીબોની કામગીરી પ્રત્યેની જવાબદારી અને પ્રોત્સાહનમાં બમણો વધારો થાય છે. દર્દીઓનો આ પ્રેમ તબીબી સ્ટાફને વધુ નિષ્ઠાથી સેવા કરવાની નિરંતર પ્રેરણા આપે છે. તેમણે આ હૃદયસ્પર્શી આયોજન બદલ તમામ દર્દીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેઓ ટૂંક સમયમાં પૂર્ણ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી.

હોસ્પિટલ પ્રશાસન, તબીબો અને દર્દીઓ વચ્ચે ઉજવાયેલા આ ભાવસભર રક્ષાબંધન પર્વે સાબિત કર્યું કે હોસ્પિટલ સારવારનું કેન્દ્ર હોવાની સાથોસાથ માનવીય સંબંધો અને ઉત્કૃષ્ટ સંવેદનાઓનું પણ પવિત્ર ધામ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande