સુરત પહોંચતી ટ્રેનના AC કોચમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, મુસાફરોની સતર્કતાથી 3 શખ્સ પોલીસ હવાલે
સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.): બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના થર્ડ AC કોચમાં દારૂની મોટી ખેપ મળી આવતા હડકંપ મચી ગયો હતો. વાપી સ્ટેશન બાદ મુસાફરોને સીટ નીચે લાંબા સમયથી પડેલી બિનવારસી બેગો પર શંકા જતાં તેમણે તપાસ કરી હતી. બેગ ખોલતા તે
liquor was seized from train


સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.): બાંદ્રા ટર્મિનસથી ભુજ જતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના થર્ડ AC કોચમાં દારૂની મોટી ખેપ મળી આવતા હડકંપ મચી ગયો હતો. વાપી સ્ટેશન બાદ મુસાફરોને સીટ નીચે લાંબા સમયથી પડેલી બિનવારસી બેગો પર શંકા જતાં તેમણે તપાસ કરી હતી. બેગ ખોલતા તેમાં વિદેશી દારૂની બોટલો, બિયર કેન અને અન્ય દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કોચમાં હાજર મુસાફરો વધુ સતર્ક બન્યા અને સમગ્ર કોચમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સીટોની નીચે અને કોચના અલગ-અલગ ખૂણામાંથી 10થી વધુ બેગ, પેટીઓ અને પ્લાસ્ટિકના પાર્સલ મળી આવ્યા હતા. મુસાફરોએ તમામ સામાન એક જગ્યાએ ભેગો કરીને TTEને જાણ કરી હતી. આ દરમિયાન કોચમાં હાજર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ ભાગવાનો પ્રયાસ કરતા મુસાફરોએ તેમને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમણે દારૂનો જથ્થો પોતાનો હોવાનું સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે અન્ય બે આરોપી ગડબડનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા જ RPF અને GRPની ટીમે ઘટનાસ્થળે પહોંચી મુસાફરોએ પકડેલા ત્રણેય આરોપી તેમજ દારૂનો જથ્થો પોતાના કબજામાં લીધો હતો. પોલીસે ત્રણ ટ્રાવેલ બેગ અને અનેક પ્લાસ્ટિક પાર્સલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને પાંચેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ ગુના નોંધ્યા છે. સાથે જ આટલી મોટી માત્રામાં દારૂ ટ્રેનમાં સુરક્ષા તપાસ વગર કેવી રીતે લાવવામાં આવ્યો તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande