
અમદાવાદ,29 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતે જ પોતાની પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગટર તરીકે નિમણૂક કરી હતી.
આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા ફરિયાદ કરીને 72 કલાકમાં કાર્યવાહીની માંગણી કરી હતી.
રજિસ્ટ્રારની ઓફિસમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓનો હોબાળો
72 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા એનએસયુઆઈ દ્વારા આજે ફરીથી નીરજા ગુપ્તાનો વિરોધ કરવામાં આવ્યો હતો.રજીસ્ટ્રાર પિયુષ પટેલને રજુઆત કરવામાં આવી હતી.જોકે પિયુષ પટેલે કોઈ જવાબ ન આપતા એનએસયુઆઈના કાર્યકરોએ રજીસ્ટ્રારને કહ્યું હતું કે સાહેબ લાફો મારી દઈશું પછી કેસ કરી દેજો,તમે નીરજા ગુપ્તા સામે તો કેસ કરી શકવાના નથી.
એનએસયુઆઈના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 72 કલાકનો સમય આપ્યો છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ગુજરાત યુનિવર્સિટી નીરજા ગુપ્તાને છાવરી રહી છે.આજે સાંજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં PMJVKની કરોડોની ગ્રાન્ટના કૌભાડ મામલે દ્વારા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો વિરોધ કરવામાં આવ્યો હતો.એનએસયુઆઈ એ માગણી કરી કે,નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધવામાં આવે.જોકે રજીસ્ટ્રારે કોઈ જવાબ ના આપતા એનએસયુઆઈના કાર્યકરે રજીસ્ટરને લાફો મારવાની ધમકી પણ આપી હતી.આ ઉપરાંત સાંજ સુધીમાં કાર્યવાહી કરવામાં ન આવે તો યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતે જ પોતાની પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગટર તરીકે નિમણૂક કરી હતી જેમાંથી દર મહિને પોતાનો 4.20 લાખ પગાર નક્કી કરીને મેળવ્યો હતો.આ ઉપરાંત પોતાના દીકરાના ખાતામાં 9.84 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને કન્સલ્ટન્ટ સમીર શુક્લાના ખાતામાં 10 લાખ ટ્રાન્સફર કર્યા હતા.આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા ફરિયાદ કરીને 72 કલાકમાં કાર્યવાહીની માંગણી કરી હતી.
રજિસ્ટ્રારની ઓફિસમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓનો હોબાળો
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ