સુરતમાં કારનો દરવાજો ખોલતાં મોપેડ સવારને ટક્કર, ચાર દિવસની સારવાર બાદ વ્યક્તિનું મોત
સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.) સુરતના નાનપુરા વિસ્તારમાં બેદરકારીથી કારનો દરવાજો ખોલવાના કારણે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં ઉભેલી કારના પાછળના દરવાજાને અચાનક ખોલતા પાછળથી આવી રહેલા મોપેડ સવાર 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ સીધ
Surat


સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.) સુરતના નાનપુરા વિસ્તારમાં બેદરકારીથી કારનો દરવાજો ખોલવાના કારણે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં ઉભેલી કારના પાછળના દરવાજાને અચાનક ખોલતા પાછળથી આવી રહેલા મોપેડ સવાર 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ સીધા દરવાજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ રસ્તા પર પટકાયા અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અકસ્માત 25 ઓગસ્ટે રંગઉપવન નજીક બન્યો હતો. માહિતી મુજબ કાર લગભગ 21 સેકન્ડ સુધી રોડની સાઇડમાં ઉભી રહી હતી, ત્યારબાદ પાછળની સીટમાં બેઠેલી મહિલાએ પાછળથી કોઈ વાહન આવી રહ્યું છે કે નહીં તેની ખાતરી કર્યા વગર દરવાજો ખોલી દીધો. તે જ સમયે મોપેડ પર પસાર થઈ રહેલા મોહમ્મદ અમીન દરવાજા સાથે અથડાઈ ગયા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને રસ્તાની બાજુમાં ખસેડીને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

મોહમ્મદ અમીનની હાલત ગંભીર હોવાથી સતત સારવાર ચાલી રહી હતી, પરંતુ ચાર દિવસ બાદ 29 ઓગસ્ટે તેમનું મોત થયું હતું. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કારમાં રહેલા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande