જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાની આજે વરસી, અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, અમરનાથ યાત્રીઓના જથ્થાને અવરજવર પર રોક
જમ્મુ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવવાની આજે સાતમી વરસી છે. આને ધ્યાનમાં રાખીને ખીણમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. સુરક્ષા કારણોસર
જમ્મુ-કાશ્મીરમાં કડક બંદોબસ્ત


જમ્મુ, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવવાની આજે સાતમી વરસી છે. આને ધ્યાનમાં રાખીને ખીણમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. સુરક્ષા કારણોસર અમરનાથ યાત્રીઓના જથ્થાની અવરજવર રોકી દેવામાં આવી છે. આ રોક અસ્થાયી છે. સાથે જ રાજ્યમાં સુરક્ષાના અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુથી બાલટાલ બેઝ કેમ્પ તરફ કોઈ પણ જથ્થાને જવાની મંજૂરી આપવામાં આવી નથી. બાલટાલથી જમ્મુ પરત ફરતા યાત્રાળુઓને પણ રોકી દેવામાં આવ્યા છે. રોક લગાવતા પહેલા જે યાત્રાળુઓ બાલટાલ બેઝ કેમ્પ પહોંચી ચૂક્યા હતા, તેમને નિર્ધારિત કાર્યક્રમ અનુસાર પવિત્ર ગુફા મંદિરમાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા નિયંત્રિત રીતે આગળ વધી રહી છે. સાવચેતીના ભાગરૂપે ફક્ત આજે નવા અને પરત ફરતા યાત્રીઓના જથ્થાની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.

આ દરમિયાન, કાશ્મીરમાં પોલીસે પૂર્વ મંજૂરી વિના વિરોધ પ્રદર્શન પર રોક લગાવી દીધી છે. જમ્મુમાં અધિકારીઓએ સંભવિત આતંકી હુમલાઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગર, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, ગાંદરબલ, બડગામ, પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈને પણ વિરોધ પ્રદર્શન, રેલી, જુલુસ કે અન્ય કોઈ જાહેર સભાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ દરમિયાન જમ્મુમાં અભૂતપૂર્વ સુરક્ષા ઘેરો બનાવવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ કલમ 370ની વરસી, ચાલી રહેલી અમરનાથ યાત્રા અને આવનારા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને સંભવિત આતંકી હુમલાઓની ચેતવણી આપી છે. અધિકારીઓ અનુસાર ગુપ્ત માહિતીથી સંકેત મળ્યો છે કે આતંકવાદીઓ શૈક્ષણિક સંસ્થાઓ સહિત સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય સંભવિત આતંકી જોખમો વિશે મળેલી ખાસ ગુપ્ત માહિતીના આધારે લેવામાં આવ્યો છે. હંદવાડા અને સોપોર પોલીસે પણ જાહેરાત કરી કે, પૂર્વ મંજૂરી વિના કોઈ પણ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. પુલવામા અને શોપિયાં પોલીસે લોકોને કાયદાનું પાલન કરાવતી એજન્સીઓને સહયોગ આપવા, શાંતિ જાળવી રાખવા, અફવાઓ કે પુષ્ટિ વિનાની માહિતી ન ફેલાવવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવા અપીલ કરી. બાંદીપોરા પોલીસે કહ્યું છે કે, સમગ્ર જિલ્લામાં પર્યાપ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande