રાહુલ ગાંધી શનિવારે વિદ્યાર્થીઓને સંબોધવા પ્રયાગરાજ જશે
નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.) લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, શનિવારે વિદ્યાર્થીઓને સંબોધવા ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજ જશે. આ માહિતી રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''એક્સ'' પર આપી હતી. તેમણે કહ્યું, હું કાલે પ્
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.) લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, શનિવારે વિદ્યાર્થીઓને સંબોધવા ઉત્તર પ્રદેશના શહેર પ્રયાગરાજ જશે. આ માહિતી રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આપી હતી.

તેમણે કહ્યું, હું કાલે પ્રયાગરાજ જઈશ. અહીંના કેપી ગ્રાઉન્ડમાં રોજગાર અને વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અંગે લોકો સાથે વાતચીત કરીશ. આ એ શહેર છે, જ્યાં સૌથી વધુ યુવાનો તૈયારી કરે છે.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ખામી વિદ્યાર્થીઓમાં નથી, પરંતુ સિસ્ટમમાં છે, જે તમારી (વિદ્યાર્થીઓની) મહેનતનું યોગ્ય ફળ આપતી નથી. પેપર લીક, અટકેલી ભરતી, વર્ષો સુધીની રાહ અને કોઈની કોઈ જવાબદારી નહીં. કોટામાં વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો, દહેરાદૂનમાં ફરી અવાજો ઉઠ્યા અને દિલ્હીમાં એ જ બાળકો પર લાઠીઓ વરસાવવામાં આવી. અંતે, એક મંત્રીને રાજીનામું આપવું પડ્યું. આ સરકાર ત્યારે જ ઝૂકે છે, જ્યારે અવાજો એકજૂટ થઈને ઉઠે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande