ઉત્તરાખંડ : ખાઈમાં ખાબકી કાર, પાંચ લોકોના મોત, એક લાપતા
પૌડી, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.) પૌડી-દેવપ્રયાગ મોટર માર્ગ પર કુંડાધાર નજીક ડમ્પિંગ ઝોન પાસે શુક્રવારે એક કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જણાવાયું છે. આપદા નિયંત્રણ કક
ખાઈમાં ખાબકી કાર


પૌડી, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.) પૌડી-દેવપ્રયાગ મોટર માર્ગ પર કુંડાધાર નજીક ડમ્પિંગ ઝોન પાસે શુક્રવારે એક કાર અનિયંત્રિત થઈને ઊંડી ખાઈમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જણાવાયું છે.

આપદા નિયંત્રણ કક્ષ પૌડી અનુસાર, કારમાં કુલ સાત લોકો સવાર હતા. દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેને પહેલા પોલીસે બાગી હોસ્પિટલ મોકલ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને હાયર સેન્ટર રેફર કરી દીધો. ઘાયલને હાયર સેન્ટર શ્રીનગર મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ અને એસડીઆરએફ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે કે, ક્યાંક કારમાં અન્ય કોઈ વ્યક્તિ તો સવાર નહોતો. બધા લોકો હરિદ્વારના છે, જે પૌડીમાં કોઈ કામથી આવી રહ્યા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.

એસએસપી પૌડી સર્વેશ પંવારએ જણાવ્યું કે, આજે પૂર્વાહ્ન લગભગ 11.30 વાગ્યે 112 પર થાણા દેવપ્રયાગને પૌડી માર્ગ પર વાહન ખાઈમાં પડવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ અને એસડીઆરએફની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તમામ મૃતકો હરિદ્વાર જિલ્લાના લક્ષર થાણા ક્ષેત્રના રહેવાસી હતા. એક વ્યક્તિ ઘાયલ છે, જેને શ્રીનગર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ વિનોદ પોખરિયાલ / ડૉ. રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande