આસામના પૂરગ્રસ્ત શિવસાગર જિલ્લાનું નિરીક્ષણ કરવા નડ્ડા પહોંચ્યા
ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, તેમના ત્રણ દિવસીય આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસના બીજા દિવસે બુધવારે આસામના સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તાર શિવસા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, આસામ પહોંચ્યા


ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, તેમના ત્રણ દિવસીય આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસના બીજા દિવસે બુધવારે આસામના સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તાર શિવસાગર જિલ્લાના નેપાળી ખૂંટી ગામમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા. આ પછી તેમણે ટ્રેક્ટર પર સવાર થઈને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમા, આરોગ્ય મંત્રી અશોક સિંઘલ, મંત્રી કેશવ મહંત, મંત્રી પીયૂષ હજારિકા સહિત અનેક સ્થાનિક ધારાસભ્યો તથા સ્થાનિક નેતાઓ હાજર રહ્યા.

નડ્ડા ત્યાંથી નાગાલેન્ડના મોન જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા જશે. કેન્દ્રીય મંત્રી નડ્ડા મંગળવારે ડિબ્રુગઢ પહોંચ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ ડિબ્રુગઢના મનોહારી રિસોર્ટમાં કર્યું. આજે તેઓ અસરગ્રસ્ત ગામો, રાહત શિબિરો, ક્ષતિગ્રસ્ત પાક અને મકાનોનું નિરીક્ષણ કરી રહ્યા છે તથા પૂરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

નાગાલેન્ડથી ડિબ્રુગઢ પાછા ફર્યા પછી તેઓ મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમા સાથે જ આસામ સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે અને સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે નડ્ડા રાત્રિ રોકાણ ડિબ્રુગઢમાં જ કરશે.

કેન્દ્રીય મંત્રી નડ્ડા ગુરુવારે અરુણાચલ પ્રદેશના કેયી પન્યોર જિલ્લાના યાઝાલી જશે. ત્યાં ફ્લેશ ફ્લડ અને વાદળ ફાટવાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, પુલો અને રાહત શિબિરોનું નિરીક્ષણ કરશે તથા અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરશે. આ પછી તેઓ ઇટાનગરમાં અરુણાચલ પ્રદેશ સરકાર સાથે સમીક્ષા બેઠક કરશે અને પછી તે જ દિવસે ગુવાહાટી થઈને નવી દિલ્હી માટે રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande