આસામના 14 જિલ્લાઓમાં પૂરને કારણે 160653 વસ્તી પ્રભાવિત, પાંચ વધુ મૃતદેહ મળ્યા
ગૌહાટી, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં આવેલા પૂરને કારણે ઉપલા આસામના મુખ્યત્વે ચાર જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. નદીઓનું જળસ્તર ઘટવા છતાં પાણી અને કાદવ લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં હજુ પણ ફેલાયેલું છ
આસામમાં વરસાદ ના કારણે જનજીવન પ્રભાવિત


ગૌહાટી, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં આવેલા પૂરને કારણે ઉપલા આસામના મુખ્યત્વે ચાર જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. નદીઓનું જળસ્તર ઘટવા છતાં પાણી અને કાદવ લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં હજુ પણ ફેલાયેલું છે. થોડા દિવસો પહેલાં પૂરની અસર 5 જિલ્લાઓ સુધી સીમિત થઈ ગઈ હતી. વર્તમાનમાં પૂરે 14 જિલ્લાઓને પોતાના દાયરામાં લઈ લીધા છે.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા 5 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ધનસિરી નદી (નુમલીગઢ) વિસ્તારમાં ખતરાના નિશાનથી હજુ પણ ઉપર વહી રહી છે. આ દરમિયાન બુધવારે શિવસાગર જિલ્લામાં 2, ગોલાઘાટ જિલ્લામાં 1 અને બિસ્વનાથ જિલ્લામાં 2 મૃતદેહ મળી આવ્યા. આ સાથે પૂરને કારણે રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા 94 પર પહોંચી ગઈ છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ગોલાઘાટ, લખીમપુર, ચરાઈદેવ, શિવસાગર, બિસ્વનાથ, ધેમાજી, કામરૂપ (મેટ્રો), જોરહાટ, શોણિતપુર, તિનસુકિયા, નગાંવ, દરંગ, કાર્બી આંગલોંગ અને ઉદાલગુરીનો સમાવેશ થાય છે. પૂરને કારણે 14 જિલ્લાઓના 38 મહેસૂલી મંડળોના કુલ 563 ગામો પ્રભાવિત છે. વર્તમાન સમયમાં રાજ્યની કુલ 160653 વસ્તી હજુ પણ પ્રભાવિત છે અને 16951.761 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, સેના/અર્ધલશ્કરી દળ, એનડીઆરએફ, ડીડીઆરએફ, એર ફોર્સ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (F&ES), સર્કલ ઓફિસ/સ્થાનિક પ્રશાસન, નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ જોડાયેલા છે. પૂરને કારણે મોટા પાયે રસ્તાઓ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે. બુધવારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા સાથે આસામના સૌથી વધુ પૂર પ્રભાવિત શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાઓની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે પ્રભાવિતોને ખાતરી આપી કે સરકાર શક્ય તમામ મદદ પૂરી પાડશે. નડ્ડાએ નાગાલેન્ડના પૂર પ્રભાવિત મોન જિલ્લાની પણ મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રી નડ્ડા ત્રણ દિવસીય આસામ, નાગાલેન્ડ અને અરુણાચલના પ્રવાસે 4 ઓગસ્ટના રોજ ડિબ્રુગઢ પહોંચ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અરવિન્દ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande