બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠકમાં આજે ઘોષણાપત્રના મુસદ્દા પર મંથન થશે
ભોપાલ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, ચાર-દિવસીય બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠકમાં આજે બીજા દિવસે અધિકારી સ્તરે નીતિગત સ્વરૂપો અને વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં
બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠક


ભોપાલ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત, ચાર-દિવસીય બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠકમાં આજે બીજા દિવસે અધિકારી સ્તરે નીતિગત સ્વરૂપો અને વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ભોપાલના કુશાભાઉ ઠાકરે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર (મિન્ટો હોલ)માં આયોજિત આ બેઠકમાં બ્રિક્સ સભ્ય અને ભાગીદાર 10 દેશોના વરિષ્ઠ અધિકારીઓ અને 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં આજે બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓના ઘોષણાપત્રના મુસદ્દા અને સાંસ્કૃતિક સહયોગના અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. આમાં સાંસ્કૃતિક વારસાની સુરક્ષા, સંગ્રહાલયો, સાંસ્કૃતિક અને રચનાત્મક ઉદ્યોગો, સાંસ્કૃતિક આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ અને બ્રિક્સ દેશો વચ્ચે લોકોથી લોકોનું જોડાણ શામેલ છે.

સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠક પછી સાંજે રવીન્દ્ર ભવનમાં બ્રિક્સ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવશે. આ કાર્યક્રમ આમ જનતા માટે ખુલ્લો રહેશે અને ભાગ લેનાર દેશોની સમૃદ્ધ અને વિવિધ પ્રદર્શન કલા પરંપરાઓને જોવાની તક પૂરી પાડશે. સાંજનું સમાપન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત રાત્રિભોજન સાથે થશે.

હિન્દુસ્થાન સમાચાર/ મુકેશ તોમર/ મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande