
- માનસ ભવનમાં સાંજે ચાર વાગ્યે અલંકરણ સમારોહ યોજાશે.
ભોપાલ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). મધ્ય પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ અંતર્ગત તુલસી શોધ સંસ્થાન દ્વારા પ્રતિષ્ઠિત વરિષ્ઠ પત્રકાર, લેખક અને રાષ્ટ્રચિંતક રામબહાદુર રાયને, આજે વર્ષ-2026 માટે 'પદ્મભૂષણ યુગતુલસી પં. રામકિંકર ઉપાધ્યાય રાષ્ટ્રીય પુરસ્કાર' પ્રદાન કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ જનજાતીય સંગ્રહાલયના નિર્દેશક ડો. ધર્મેન્દ્ર પારેએ જણાવ્યું કે, અલંકરણ સમારોહ ભોપાલના તુલસી માનસ પ્રતિષ્ઠાન સ્થિત માનસ ભવનમાં સાંજે ચાર વાગ્યે શરૂ થશે. સમારોહમાં રાષ્ટ્રચિંતક રામબહાદુર રાયને વર્ષ-2026 માટે 'પદ્મભૂષણ યુગતુલસી પં. રામકિંકર ઉપાધ્યાય રાષ્ટ્રીય પુરસ્કાર' પ્રદાન કરવામાં આવશે.
એક જુલાઈ, 1946ના રોજ ગાઝીપુર (ઉત્તર પ્રદેશ)માં જન્મેલા રામબહાદુર રાય હિન્દીના વરિષ્ઠ પત્રકાર, લેખક અને ચિંતક છે. તેઓ હાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના અધ્યક્ષ છે. સાથે જ તેઓ દેશની સૌથી જૂની બહુભાષી સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચારના સમૂહ સંપાદક છે. સમાજ, રાજનીતિ અને સમકાલીન વિષયો પર તેમના લેખન અને સંપાદનને વ્યાપક સન્માન પ્રાપ્ત છે.
રામબહાદુર રાયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યા પછી રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. તેમણે સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે બિહાર આંદોલનમાં ભાગ લીધો અને 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનું રિપોર્ટિંગ કર્યું. તેઓ જે.બી. કૃપલાણી મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી રહ્યા.
પત્રકારત્વના ક્ષેત્રે વિવિધ યોગદાન: સંવાદદાતા- જનસત્તા (1983), મુખ્ય સંવાદદાતા-જનસત્તા (1984-86), વિશેષ સંવાદદાતા-નવભારત ટાઇમ્સ (1986-91), બ્યુરો ચીફ જનસત્તા (1991-96), સંપાદક જનસત્તા સમાચાર સેવા (1996-2004). પ્રતિષ્ઠિત અખબારો અને સામયિકોમાં સતત સક્રિય લેખન.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ