લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્યોએ સુષમા સ્વરાજની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ, ગુરુવારે પૂર્વ વિદેશ મંત્રી પદ્મવિભૂષણ સુષમા સ્વરાજની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. ઓમ બિરલાએ એક્સ પર લખ્યું, પૂર્વ વિદેશ મંત્રી
પૂર્વ વિદેશ મંત્રી પદ્મવિભૂષણ સુષમા સ્વરાજ


નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.). લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ, ગુરુવારે પૂર્વ વિદેશ મંત્રી પદ્મવિભૂષણ સુષમા સ્વરાજની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી.

ઓમ બિરલાએ એક્સ પર લખ્યું, પૂર્વ વિદેશ મંત્રી પદ્મવિભૂષણ સ્વર્ગસ્થ સુષમા સ્વરાજની પુણ્યતિથિ પર તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! તેમના પ્રખર વક્તૃત્વ, સંવેદનશીલ નેતૃત્વ અને રાષ્ટ્રહિત પ્રત્યેના અતૂટ સમર્પણથી સુષમાજીએ ભારતીય રાજકારણમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું. રાષ્ટ્રસેવા પ્રત્યેની તેમની નિષ્ઠા, કાર્યશૈલી અને જનહિત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા પ્રેરણાદાયક રહેશે.

શાહે કહ્યું કે, સુષમા સ્વરાજે તેમના અનુશાસન, કર્મઠતા અને સંઘર્ષશીલતાના બળ પર સંગઠનથી લઈને સરકાર સુધીના તમામ દાયિત્વોનું ઉત્કૃષ્ટ નિર્વહન કર્યું. વિદેશ મંત્રાલયને સામાન્ય જનતા સાથે જોડનારું તેમનું સાદગીપૂર્ણ જીવન હંમેશા સ્મરણીય રહેશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સુષમા સ્વરાજ એક પ્રભાવી વક્તા હોવા ઉપરાંત, તેમના સહજ અને સૌમ્ય વ્યવહાર માટે જાણીતા હતા. તેમણે તેમના પ્રભાવી વ્યક્તિત્વ, સંવેદનશીલ નેતૃત્વ અને રાષ્ટ્રસેવા પ્રત્યેના તેમના સમર્પણથી ભારતીય રાજકારણ અને રાજદ્વારી ક્ષેત્રે અમીટ છાપ છોડી. ભારતનો અવાજ વિશ્વ મંચ પર મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજના સ્મૃતિ દિવસ પર તેમને નમ્ર અભિવાદન.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે, સંગઠનથી લઈને શાસન સુધી તેમણે પોતાની અદ્વિતીય નેતૃત્વ ક્ષમતાની અમીટ છાપ છોડી. એક પ્રખર વક્તા અને જનપ્રિય નેતા તરીકે તેમણે જનજીવન તથા ભારતીય રાજકારણને નવી દિશા આપી. વિદેશ મંત્રી તરીકે તેમણે ભારતીય કૂટનીતિને નવી ઊંચાઈઓ પર પહોંચાડીને વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠાને સશક્ત બનાવી. તેમનું સહજ વ્યક્તિત્વ, દ્રઢ નેતૃત્વ અને રાષ્ટ્રસેવા પ્રત્યેનું સમર્પણ સૌના માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સુષમા દીદી મોટી બહેનની જેમ સ્નેહ રાખતા હતા. તેમના ચહેરા પર તેજ અને વાણીમાં ઓજ હતું, સરસ્વતી તેમની જીભ પર બિરાજમાન હતા. તેમના મંગલ વિચારોની પુણ્ય જ્યોત હંમેશા જનસેવાના પથને પ્રકાશિત કરીને રાષ્ટ્ર અને સમાજ સેવા માટે આપણને પ્રેરિત કરતી રહેશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ભારતીય રાજકારણમાં તેમનું અદ્વિતીય યોગદાન, પ્રખર વક્તા તરીકે તેમની ઓળખ અને જનકલ્યાણ પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા અવિસ્મરણીય રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/શ્રદ્ધા દ્વિવેદી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande