
નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રોજની જેમ આજે સવારે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સજ્જન મનુષ્યની સરખામણી ચંદ્ર સાથે કરી. તેમણે ચંદ્ર અને સજ્જન હૃદયના ગુણોનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને એક્સ પર સુભાષિતમ્ શેર કર્યું, '
'किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्। स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥ ''
વડાપ્રધાન મોદીના એક્સ હેન્ડલ પર તેનો અર્થ જણાવવામાં આવ્યો છે, ''ચંદ્ર કોઈ પ્રત્યુપકારની ઈચ્છાથી પોતાના કિરણો દ્વારા કુમુદિનીને પ્રકાશિત કરતો નથી. પરંતુ, તે તેનો સ્વાભાવિક ગુણ છે. તે જ રીતે, મહાન અને ઉદાર હૃદયના સજ્જન કોઈ સ્વાર્થ કે અપેક્ષા વિના બીજાનું ભલું કરે છે, કારણ કે પરોપકાર તેમના સ્વભાવમાં હોય છે.''
સુભાષિતમ્ તરીકે શેર કરાયેલો આ શ્લોક મહાન કવિ ભવભૂતિનો છે. તેનો ઉલ્લેખ રસિકલક્ષણ એટલે કે રસિકજીવન, શાંગ્ધરપદ્ધતિ અને સુભાષિતરત્નભાંડાગારમ્ માં મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ