ઉત્તરાખંડમાં વરસાદનો કહેર રસ્તાઓ પર, ગંગોત્રી-યમુનોત્રી હાઇવે અને બદ્રીનાથ માર્ગ અવરોધિત, ટોન્સ નદીમાં જળસ્તર વધવાની ચેતવણી
દેહરાદૂન, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ. સ.). ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્રએ, ટોન્સ નદીના કિનારે રહેતા લોકોને અને યાત્રીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે. તે જ સમયે, ગંગોત્રી અને યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ ઘણા સ્થળોએ કાટમાળ આવવ
ઇછાડી બંધ જળાશય


દેહરાદૂન, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ. સ.). ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્રએ, ટોન્સ નદીના કિનારે રહેતા લોકોને અને યાત્રીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે. તે જ સમયે, ગંગોત્રી અને યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ ઘણા સ્થળોએ કાટમાળ આવવાને કારણે બંધ છે અને બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પણ કાલેશ્વર પાસે અવરોધિત થઈ ગયો છે.

રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, ઇછાડી બંધ જળાશયમાં ટ્રેસ રેકની જાળી ચોક થવા અને અત્યંત કાંપ જમા થવાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સફાઈ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટોન્સ નદીમાં લગભગ 1500 ક્યુમેક્સ પાણી છોડવામાં આવશે, જેનાથી નદીનું જળસ્તર અચાનક વધી શકે છે. પ્રશાસને ટોન્સ નદીના કિનારે રહેતા લોકોને અને પર્યટકોને નદી અને તેના કિનારાઓથી સુરક્ષિત અંતર જાળવવા, સ્નાન, માછલી પકડવા અને અન્ય ગતિવિધિઓથી દૂર રહેવા અને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર ભરોસો કરવા અપીલ કરી છે.

રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્રમાંથી સવારે 5:30 વાગ્યા સુધી પ્રાપ્ત પ્રારંભિક અહેવાલ અનુસાર, પિથોરાગઢ જિલ્લાની તેજમ તહસીલમાં હળવો વરસાદ થઈ રહ્યો છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ-34) હેલગુગાડ, નાલુપાની અને ગંગનાની પાસે કાટમાળ આવવાને કારણે બંધ છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ-134) દુર્બિલ અને સ્યાનાચટ્ટી પાસે ભૂસ્ખલનને કારણે અવરોધિત છે. બંને માર્ગોને ખોલવાનું કાર્ય ચાલુ છે.

ચારધામ યાત્રા માર્ગોમાં કેદારનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ હાલમાં વાહનવ્યવહાર માટે સુચારુ છે, જ્યારે બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ કાલેશ્વર પાસે કાટમાળ આવવાને કારણે અવરોધિત થઈ ગયો છે. માર્ગને પુનઃસ્થાપિત કરવા માટે મશીનો લગાવવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી કોઈ મોટી આપત્તિની સૂચના નથી. પ્રશાસને લોકોને યાત્રા પર નીકળતા પહેલા રસ્તા અને હવામાનની તાજી સ્થિતિની જાણકારી લેવાની સલાહ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande