
જૂનાગઢ 1 સપ્ટેમ્બર (હિ.સ.)
શ્રી રામ યુવક મંડળ, બિલખા દ્વારા આગામી જન્માષ્ટમી પર્વને ઉત્સાહભેર ઉજવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પર્વને અનુલક્ષીને ગામમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્સવને સફળ બનાવવા માટે મંડળના યુવાનો દ્વારા શોભાયાત્રા, રાસ-ગરબા અને મહાપૂજા સહિતના વિવિધ આયોજનોનું સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પર્વમાં બિલખા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય તેવી અપેક્ષા છે. ધર્મપ્રેમી જનતાને આ તમામ ધાર્મિક ઉત્સવોમાં હોંશે હોંશે ભાગ લેવા શ્રી રામ યુવક મંડળ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. આ પર્વ ને અનુલક્ષી ને અનેક પ્રકારના સ્લોટ પણ બનાવવામાં આવશે તેવી માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ