નાગ પંચમીના દિવસે સિદ્ધપુરમાં, પારસ પીપળી ગોગા મહારાજના મંદિરે ભક્તો ઊમટ્યા
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની સરસ્વતી નદીના તટે આવેલા માધુ પાવડીયા ઘાટ પર સ્થિત પારસ પીંપળી શ્રી ગોગા મહારાજના પ્રાચીન મંદિરે, નાગ પંચમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંગળવારે પાંચ યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યો હતો તેમજ ગોગા મહ
નાગ પંચમીના દિવસે સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહારાજના મંદિરે ભક્તો ઊમટ્યા


નાગ પંચમીના દિવસે સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહારાજના મંદિરે ભક્તો ઊમટ્યા


નાગ પંચમીના દિવસે સિદ્ધપુરમાં પારસ પીપળી ગોગા મહારાજના મંદિરે ભક્તો ઊમટ્યા


પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)

સિદ્ધપુરની સરસ્વતી નદીના તટે આવેલા માધુ પાવડીયા ઘાટ પર સ્થિત પારસ પીંપળી શ્રી ગોગા મહારાજના પ્રાચીન મંદિરે, નાગ પંચમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંગળવારે પાંચ યજમાનો દ્વારા હવન કરવામાં આવ્યો હતો તેમજ ગોગા મહારાજને ધજા અર્પણ કરવામાં આવી હતી.

નાગ પંચમીના પવિત્ર દિવસે વહેલી પરોઢથી જ સિદ્ધપુર શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધજા લઈને પગપાળા મંદિરે પહોંચ્યા હતા. યુવાનો, માતાઓ, બહેનો સહિત ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

દર્શનાર્થે આવતા ભક્તો માટે યજમાનો દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પારસ પીંપળી ગોગા મહારાજ નાગ પંચમી સેવક મંડળ તથા મંદિરના પૂજારી અવિનાશભાઈ દવે સહિત સેવાભાવી કાર્યકરોએ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande