
ગીર સોમનાથ 01 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે ભવ્ય સન્માન સંમારમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નારાયણ આઈસ ફેક્ટરી ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુત્રાપાડા ખારવા સમાજના પૂર્વ પટેલ દિલીપભાઈ અંજની, પૂર્વ પટેલ હરેશભાઈ ગોહેલ, સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજના પટેલ જીતેન્દ્રભાઈ બારીયા, સુત્રાપાડા સમસ્ત કોળી સમાજના પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનો દ્વારા જીતુભાઈ કુહાડાને સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ હાર-તોરા પહેરાવી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આગેવાનોએ તેમની સતત ૨૨મી વખતની બિનહરીફ પસંદગી બદલ શુભેચ્છાઓ પાઠવી સમાજસેવા અને સામાજિક ક્ષેત્રે તેમની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ