



પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)
સિદ્ધપુર શહેરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પાવન પર્વને ઉજવવા માટે શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ તેમજ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ વિદ્યાર્થીઓએ મનમોહક રજૂઆતો કરી ઉપસ્થિત સૌના મન જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ભક્તિમય અને કૃષ્ણમય બની ગયું હતું.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી અને સુંદર રજૂઆતોને સૌએ બિરદાવી હતી. જન્માષ્ટમીની ઉજવણીથી શાળામાં આનંદ અને ભક્તિનો માહોલ છવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ