ગાંધીધામમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન જુગારધામ પર પોલીસનો સપાટો, ₹62 હજારની રોકડ સાથે 6 શખ્સ ઝડપાયા
કચ્છ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્ગો આઝાદનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેર
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્ગો આઝાદનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રૂપિયા 62 હજાર અને ગંજીપાનાના 52 નંગ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે કાર્ગો આઝાદનગર મચ્છી માર્કેટ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જાહેરમાં ગંજીપાનાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડતા જુગાર રમતા છ વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી સમીર નિઝામ ખાન, શનિ હરીપ્રસાદ સિંગ, તારીફ રજાક ખાન, ચંદાખાન સલીમ પઠાણ, આવિદ આશીકખાન પઠાણ અને શાહરૂખ મોહમદરફીક પઠાણને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ કાર્ગો આઝાદનગર મચ્છી માર્કેટ, ગાંધીધામ વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે જુગારના સ્થળેથી રોકડા રૂપિયા 62,000 તથા ગંજીપાનાના 52 નંગ કબજે કર્યા હતા. સમગ્ર મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande