નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક અદા યોનાથનું 87 વર્ષની વયે નિધન
રેહોવોત, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) નોબેલ પુરસ્કાર વિજેતા ઇઝરાયલી વૈજ્ઞાનિક અને એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફર અદા યોનાથનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનની માહિતી વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સે આપી, જ્યાં તેમણે પોતાના વૈજ્ઞાનિક જીવનનો મોટો ભાગ
ઇઝરાયલી નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક અદા યોનાથ


રેહોવોત, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) નોબેલ પુરસ્કાર વિજેતા ઇઝરાયલી વૈજ્ઞાનિક અને એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફર અદા યોનાથનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનની માહિતી વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સે આપી, જ્યાં તેમણે પોતાના વૈજ્ઞાનિક જીવનનો મોટો ભાગ વિતાવ્યો હતો.

અદા યોનાથને, વર્ષ 2009માં રાઇબોસોમની રચના અને કાર્ય સંબંધિત મહત્વપૂર્ણ સંશોધન માટે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમના સંશોધને કોષોમાં પ્રોટીનનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યે વધુ અસરકારક એન્ટિબાયોટિક વિકસાવવા અને એન્ટિબાયોટિક-પ્રતિરોધી બેક્ટેરિયા સામે લડવા માટે વૈજ્ઞાનિકોને નવી દિશા આપી.

વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, તેમનું સંશોધન 21મી સદીની ગંભીર તબીબી પડકારોમાં સામેલ એન્ટિબાયોટિક પ્રતિરોધનો સામનો કરવાની કોશિશોમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું.

1939માં યરુશલેમમાં જન્મેલી યોનાથનું બાળપણ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે વીત્યું. તેમણે નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ અભ્યાસ ચાલુ રાખ્યો. વર્ષ 1968માં તેમણે વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફીમાં પીએચડી પૂર્ણ કરી અને ત્યારબાદ વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.

ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે, યોનાથને દેશના વૈજ્ઞાનિક ઇતિહાસની મુખ્ય હસ્તીઓમાંની એક ગણાવતા તેમને એવી અગ્રણી મહિલા વૈજ્ઞાનિક તરીકે વર્ણવી, જેમણે જિજ્ઞાસા, લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને દૃઢ સંકલ્પના બળે જ્ઞાનની સીમાઓને આગળ ધપાવી.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande