ડુંગરી પોલીસે 13 ગુમ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા
વલસાડ,15 સપ્ટેમ્બર (હિ.સ.) પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને અને પ્રજાલક્ષી અભિગમને વેગ મળે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા અમલમાં મુકાયેલા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ડુંગરી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમ
“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ડુંગરી પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપ્યા.


વલસાડ,15 સપ્ટેમ્બર (હિ.સ.)

પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને અને પ્રજાલક્ષી અભિગમને વેગ મળે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા અમલમાં મુકાયેલા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ડુંગરી પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ 13 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત રૂ. 2,07,492/- થાય છે, તે શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિકની સૂચના અને સુરત રેન્જના આઈજીપી પ્રેમ વીર સિંહ તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વલસાડ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માની સૂચના મુજબ ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલની રાહબરી હેઠળ પોલીસ ટીમે મોબાઈલ ગુમ થયાની અરજીઓની તપાસ હાથ ધરી હતી. દરમિયાન CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુમ થયેલા 13 મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.

આજરોજ ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માની અધ્યક્ષતામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શોધી કાઢવામાં આવેલા કુલ 13 મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 2,07,492/- છે, તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલ, અ.હે.કો. નિતેશભાઈ શંકરભાઈ તથા અ.પો.કો. દિપેશભાઈ કમલેશભાઈએ ટીમવર્કથી મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. ડુંગરી પોલીસે ટેકનિકલ સાધનો અને સતત તપાસના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ પરત મેળવી **“તેરા તુજકો અર્પણ”**ના હેતુને સફળતાપૂર્વક સાકાર કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande