પોરબંદર પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં આશાની લહેર.
પોરબંદર , 15 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદની ભારે ઘટને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેતી માટે પૂરતો વરસાદ ન મળતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી હતી. જોકે સોમવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોના
પોરબંદર  પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં  આશાની  લહેર.


પોરબંદર  પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં  આશાની  લહેર.


પોરબંદર  પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં  આશાની  લહેર.


પોરબંદર , 15 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદની ભારે ઘટને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેતી માટે પૂરતો વરસાદ ન મળતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી હતી. જોકે સોમવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોના ચહેરા પર ફરી આશાની ઝલક જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 1થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.મંગળવારે વહેલી સવારે પણ પોરબંદર જિલ્લામાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં

હતાં.પોરબંદર શહેરમાં 6 મિ.મી. અને રાણાવાવમાં 2 મિ.મી. વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વરસાદી માહોલને કારણે ખેતરોમાં ઉભા પાકને થોડી રાહત મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખાસ કરીને લાંબા સમય થી

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદે રાહતનો સંદેશ આપ્યો છે.જો કે જિલ્લામાં વરસાદની અછત હજુ ગંભીર છે. ડેમ અને તળાવો પાણી વિના ખાલીખમ જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાવ, કૂવા અને બોરમાં પણ પાણી ખૂટી જતાં પાણીની ચિંતા યથાવત છે.હાલમાં પડેલો વરસાદ ખેડૂતો માટે

રાહતરૂપ બન્યો છે, પરંતુ ખેતી અને પાણીની સમસ્યા દૂર કરવા માટે હજુ સારા અને સતત

વરસાદની જરૂર છે. આગામી દિવસોમાં મેઘરાજા વધુ મહેરબાન થાય અને પંથકમાં સારો વરસાદ વરસે તો પાકને જીવતદાન મળવાની સાથે

ડેમ-તળાવમાં પાણીની આવક વધે અને ભૂગર્ભ જળસ્તર સુધરે તો શિયાળુ પાક સારી રીતે

લઇ શકાય તેવી આશા ખેડૂતો વ્યક્ત રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande