બોટાદના વેપારીઓને વ્યવસાયવેરો ભરવા અને શોપ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ
બોટાદ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકારનો વેપાર-ધંધો કરતા વેપારીઓ માટે વ્યવસાયવેરો ભરવા તેમજ શોપ રજીસ્ટ્રેશન કરાવવા અંગે નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭નો વ્યવસાયવેરો ભરવાનો બાકી હોય તેવા વેપારીઓએ તા.
બોટાદ પાલિકા ફાઈલ ફોટો


બોટાદ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકારનો વેપાર-ધંધો કરતા વેપારીઓ માટે વ્યવસાયવેરો ભરવા તેમજ શોપ રજીસ્ટ્રેશન કરાવવા અંગે નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭નો વ્યવસાયવેરો ભરવાનો બાકી હોય તેવા વેપારીઓએ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં વ્યવસાયવેરો ભરી દેવા જણાવાયું છે.

નગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં વ્યવસાયવેરો ભરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય વ્યવસાયવેરા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૧૧ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બાકી રહેલા વ્યવસાયવેરાની રકમ ૧૮ ટકા દંડનીય વ્યાજ સાથે વસૂલવામાં આવશે. જેથી વેપારીઓએ સમયસર વ્યવસાયવેરો ભરીને વધારાના દંડ અને વ્યાજથી બચવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વેપાર-ધંધો કરતા જે વેપારીઓનું શોપ રજીસ્ટ્રેશન હજુ સુધી કરવામાં આવ્યું નથી, તેઓએ પણ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં શોપ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

નિર્ધારિત સમયમર્યાદામાં શોપ રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે ગુજરાત રાજ્ય શોપ એક્ટ અધિનિયમ-૨૦૧૯ની કલમ-૨૮ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ જોગવાઈ હેઠળ રૂપિયા ૧૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે.

આ અંગે બોટાદ નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ડેરૈયાની યાદીમાં વેપારીઓને સમયમર્યાદામાં વ્યવસાયવેરો ભરવા અને શોપ રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande