જામનગરમાં નશાકારક પદાર્થોનો કારોબાર પકડાયો: જોગવડ બાદ કાનાલુસમાંથી રૂ. 89,750ના ગાંજા સાથે ત્રણ ઝડપાયા
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાંથી ચાર દિવસ અગાઉ હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ, હવે લાલપુર તાલુકાના કાનાલુસ ગામે વાડીની ઓરડીમાંથી ૧.૭૯૫ કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. જામનગર જિલ્લામાં
ગાંજા નો જથ્થો


જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપરમાંથી ચાર દિવસ અગાઉ હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ, હવે લાલપુર તાલુકાના કાનાલુસ ગામે વાડીની ઓરડીમાંથી ૧.૭૯૫ કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે.

જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી ગોપાલ પ્રાગજીભાઈ ગોહિલની રહેણાંક ઓરડી નંબર-૪માં ભાડેથી રહેતો અજીતસિંહ યાદવ પોતાના સાગરિતો વેદપ્રકાશ મિશ્રા અને વિશાલગીરી સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરવાની પેરવીમાં હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડીને ઉત્તરપ્રદેશના અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, ગોરખપુરના વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા અને બિહારના વિશાલકુમાર મુરેન્દ્રગીરી નામના ત્રણ શખ્સોને રૂ. ૮૯,૭૫૦ની કિંમતના ૧.૭૯૫ કિલો નશીલા પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજા ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧,૦૪,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો ઓડિશાના અરૂણકુમાર નામના શખ્સ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ અંગે મેઘપર પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાની હેરાફેરી કરનાર ઓડિશાના સપ્લાયર અરૂણકુમાર અને તેના સાગરિત સહિત બે શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande