સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ત્રીજા વર્ષે ગણપતિ બાપાની સ્થાપના
ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ધાર્મિક ભાવના અને ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી.સુત્રાપાડા મુકામે આવેલ કારડીયા રાજપૂત સમાજની વંડી ખાતે સમગ્ર કારડીયા રાજપૂત
સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ત્રીજા વર્ષે ગણપતિ બાપાની સ્થાપના


ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ધાર્મિક ભાવના અને ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી.સુત્રાપાડા મુકામે આવેલ કારડીયા રાજપૂત સમાજની વંડી ખાતે સમગ્ર કારડીયા રાજપૂત સમાજના આગેવાનો,યુવાનો,મહિલાઓ તથા સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં વિધિવત્ પૂજા-અર્ચના સાથે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

કારડીયા રાજપૂત સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે ગણપતિ બાપાની પાંચ દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે. ગણપતિ સ્થાપના પ્રસંગે ગણેશજીની મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપિત કરી આરતી તથા પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વંડી પરિસર ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

પાંચ દિવસ દરમિયાન ગણપતિ બાપાના દર્શન તથા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના પરિવારજનો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ બાપાના દર્શનનો લાભ લેશે. ગણપતિ મહોત્સવના માધ્યમથી સમાજમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદિતાનો સંદેશ પણ પ્રસરાવવામાં આવી રહ્યો છે.

સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે કારડીયા રાજપૂત સમાજના યુવાનો તથા સભ્યો દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી ભક્તિમય વાતાવરણમાં ગણપતિ બાપાની આરાધના કર્યા બાદ ધાર્મિક વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande