
જૂનાગઢ 15 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જીલ્લાના રબારીકા જૂથ સેવા સં.મં.લી.જે વિસાવદર તાલુકા ની પ્રથમ સ્થાન ધરાવતી સેવા સહકારી મંડળી હોઈ ત્યારે જે મંડળી ની 70 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખશ્રી શામજીભાઈ વાવૈયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં મંડળી ના કાર્યક્ષેત્ર ના પાંચ ગામોમાંથી બહોળી સંખ્યા માં સભાસદો ઉપસ્થિત રહેલ હતા. જેમાં મંડળી ના મંત્રશ્રી રસિકભાઈ વી પાંચાણી દ્વારા મંડળી ના હિસાબો રજુકરવામાં આવ્યા હતા જેમાં ધિરાણ 13 કરોડ 27 લાખ કરેલ તથા મંડળી એ ગતવર્ષ નો 14 લાખ 30 હજાર નો નફો કરેલ હોઈ તેમજ સભાસદો ને 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું, તેમજ ધિરાણ ઉપાડનાર તમામ સભાસદો ને મંડળી તરફ થી ભેટ પણ અર્પણ કરવામાં આવેલ તથા મંડળી ના વિકાસ માટે ના આગામી આયોજનો કરવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ